નવી દિલ્હી: કોરોના વાયરસે આખી દુનિયાને હેરાન પરેશાન કરી નાખી છે. હજારો લોકોના મોત, લાખો બીમાર અને ડામાડોળ સ્વાસ્થ્ય સેવાઓના કારણે મોટી મોટી મહાસત્તાઓ મુશ્કેલીમાં છે. દુનિયામાં શક્તિશાળી ગણાતા અમેરાકાને પણ કોરોનાએ હંફાવી નાખ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એટલા પરેશાન છે કે ભારત પાસે મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) માટે ભારત સામે હાથ ફેલાવ્યાં છે. એટલે સુધી કે ભારતને તે માટે ધમકી પણ આપી દીધી કે જો તે અમેરિકાને દવા નહીં આપે તો જોવા જેવી થશે. હવે સવાલ એ ઊભો  થાય છે કે મલેરિયાની આ દવા ખરેખર કોવિડ-19ની સારવારમાં કારગર છે? જ્યાં સુધી ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની વાત છે તો તેમણે આ દવા કોરોનાની સારવારમાં સફળ છે તેવા કોઈ પાક્કા પુરાવા આપ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના: મજૂરોના પલાયન મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું-'અમે સરકારના કામમાં હસ્તક્ષેપ નહીં કરીએ'


કોરોના સંક્રમણનો રામબાણ ઈલાજ છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન?
ડોક્ટરો સહિત વૈજ્ઞાનિકોએ હજુ આ અંગે કોઈ પણ ચોક્ક્સ જાણકારી નહીં હોવાની વાત કરી છે. એટલું જરૂર છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ છે ત્યાં આ દવાના ઉપયોગની છૂટ જરૂર અપાઈ છે. ટ્રમ્પ પોતાની અનેક પ્રેસ કોન્ફરન્સમાં આ દવાની વાત કરી ચૂક્યા છે. ભારતને તેમણે આ દવા પૂરી પાડવાનો આગ્રહ કર્યો છે. જો કે તેમની આ માગણીનો અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસિઝના ડાઈરેક્ટર ડો.એન્થની ફોસીએ વિરોધ પણ કર્યો છે. તેમણે આ દવાની કોરોના પર અસરને લઈને શંકા વ્યક્ત કરી છે. 


Hydroxychloroquine પર અમેરિકાની ધમકીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ


ભારતમાં પણ ફક્ત હેલ્થ વર્કર્સ માટે આ દવા
ભાતમાં આ દવા ફક્ત એવા લોકોને જ ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે કે જેઓ કોરોના પ્રભાવિત વિસ્તારોમાં કામ કરી રહ્યાં છે એટલે કે હેલ્થ વર્ક્સ અને કોવિડ 10ના દર્દીઓના સંપર્કમાં રહે છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે 'કમ સાક્ષ્ય' (Limited Evidence) ના આધારે હેલ્થ વર્કર અને કેટલાક અન્યને આ દવા લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ દવાઓ સામાન્ય લોકો માટે નથી.  


ભારત જો દવા ન આપે તો જોઈ લેવાની અમેરિકાની ધમકી, જાણો શું કહ્યું ટ્રમ્પે?


સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન 
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કોરોના પર પોતાની બ્રિફિંગમાં સોમવારે જણાવ્યું હતું કે આ દવાની કોરોના પર અસરને લઈને કોઈ પાક્કા પુરાવા નથી. તેમણે કહ્યું કે મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનના આ બીમારીમાં કારગર હોવા પર અમારી પાસે કોઈ પાક્કા પુરાવા નથી. જે હેલ્થ વર્કર્સ કોવિડ-19 દર્દીઓ વચ્ચે કામ કરે છે તેમને જ તે અપાય છે. આ દવા કોરોના પર કારગર હોવાની સાબિતી ઓછી હોવા છતાં અમે હેલ્થ વર્કર્સને આ દવાના ઉપયોગની મંજૂરી આપી છે કારણ કે તેમનું એક્સપોઝર વધુ છે. દરેક દવાની સાઈડ ઈફેક્ટ હોય છે આથી ટેક્નિકલ નિયમોનું પાલન થવું જોઈએ અને નિયમો હેઠળ જો કોઈને પણ આ દવા લેવાની સલાહ આપવામાં આવે તો ફક્ત તે જ લે. જેમને સલાહ આપવામાં નથી આવી તે આ દવા ન લે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube